ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-9

(67)
  • 4.9k
  • 3
  • 2.5k

(કિઆરા એલ્વિસ વિશે ગુગલ અને અહાના પાસેથી માહિતી મેળવે છે.આયાન તેના માતાપિતા સાથે જાનકીવીલામા આવ્યો હતો તેની બર્થ ડે પાર્ટીનું ઇન્વીટેશન આપવા.અકીરા એલ્વિસને મળવા આવે છે.તે એલ્વિસને એકલામાં મળવા આવે છે.તે અજયકુમાર વિશે તેને જણાવવાની જગ્યાએ તે રડવા લાગે છે) અકીરા કઇપણ કહેવાની જગ્યાએ રડ્યા જ કરતી હતી. "ફોર ગોડ સેક અકીરા,રડવાનું બંધ કરીને મને જણાવીશ કે શું વાત છે?જો મે દવા લીધી છે મારે આરામ કરવો છે."એલ્વિસે કંટાળીને કહ્યું. અકીરાએ જોયું કે તેના આંસુની એલ્વિસ પર કોઇ અસર નથી થઇ રહી.તે તેના મોબાઇલમાં કઇંક જોયા કરતો હતો. "એલ્વિસ સર,અાજે અજયકુમારે મને તેમની વેનીટીવેનમાં બોલાવી અને તેમણે મારી મજબુરીનો ફાયદો