અશ્વમેધા - પ્રકરણ 10 (અંતિમ ભાગ)

(14)
  • 3.5k
  • 1.5k

સૂર્યાએ એ ચાકુ લઈને મેધાને મારવા માટે હાથ ઉગામ્યો જ કે એ સાથે જ મેધાએ એની સામે રહેલ સૂર્યાના પગ પર જોરથી લાત મારી. અચાનક થયેલ આ હમલાથી સૂર્યા નીચે પડી ગઈ. અને એના હાથમાં રહેલ ચાકુ છૂટી ગયું. એના પડતાની સાથે જ એકાએક થયેલ વારથી દર્દના કારણે એની આંખો એક પળ માટે બંધ થઈ ગઈ. અને એની ચીસ નીકળી ગઈ. અને બીજા જ પળે એને પોતાના શરીર પર ભાર અનુભવાયો. એણે આંખો ખોલી ત્યારે જોયું કે મેધા એની પેટના ભાગ પર ચઢી બેઠી હતી. મેધાને લાગ્યું કે સૂર્યા હજુ એટલી મજબૂત નથી. કારણકે આટલો સામાન્ય વારનો એ જવાબ આપવા