પ્રકરણ - ૮૦ આધ્યાના રૂમમાં પ્રવેશતાં જ આધ્યાએ દરવાજો આડો કર્યો. એ કર્તવ્યની પાસે આવીને બોલી," તું સાચે કહી રહ્યો છે કે તું મને પણ પણ ચાહે છે? તું મારી સાથે લગ્ન કરીશ? ફરી એકવાર કહે ને? મને ભરોસો નથી થતો." " કેમ વિશ્વાસ નથી તને?" "વિશ્વાસ તો મારાં કરતાં પણ વધુ તારાં પર છે. પણ કિસ્મત પર વિશ્વાસ નથી થતો. બસ થોડાં જ સમયમાં મારાં જીવનમાં સપનાની જેમ બધું બદલાઈ ગયું છે ક્યાંક કુદરત કોઈ મજાક તો નહીં કરતું હોય ને એવું લાગે છે ક્યારેક. મમ્મી પપ્પાએ મને જન્મ આપ્યો છે પણ જે માણસે મને જિંદગી આપી છે એનાં