૨૦૨૦, ૨૭ ડિસેમ્બર, સવારના ૦૯:૩૦ કલાકે ૨૧ જાન્યુઆરીથી ૨૩ ફેબ્રુઆરી દરમ્યાન સોનલ અને તેની ટુકડી, તેમજ રેડ સંસ્થાએ ભાવિન, હાર્દિક, દિપલ, રોહન અને કુલવંતના મૃતદેહ જમીનની અંદર જ્યાં દટાયેલા હતા ત્યાંથી શોધી કાઢ્યા હતા. ડીએનએ પૃથ્થકરણથી પ્રત્યેકના મૃતદેહની ખરાઇ પણ કરવામાં આવેલી. સમીરા, રવિ અને દિપલની માતાના વૃતાંતને આધારે સોનલ રાજપૂત વિરૂદ્ધમાં એક મજબૂત કેસ બનાવવાની હતી. અમદાવાદની પ્રજા સમક્ષ તેમજ વિશ્વ કક્ષાએ અમેરીકાના રાષ્ટ્રપતિની મુલાકાતના સ્થળે બનેલી ઘટનાઓ વખોડવામાં આવેલી. જેના કારણે સોનલની પોલીસની નોકરી તાત્કાલીક અસરથી સમાપ્ત કરવામાં આવેલી. સોનલે સુજલામનો ફ્લેટ પણ ખાલી કરી દીધો હતો. હવે તે ગોતામાં આવેલ સત્યમેવ જયતેમાં ચોથા માળે ભાડેથી રહેતી