એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૭એટલી ભૂખ લાગી હતી બંનેનું ધ્યાન ખાવામાં હતું .મેગી ની પ્લેટ પુરી સાફ કરી દીધી એક દાણો પણ ના બચ્યો.કોફી તૈયાર કરી મસ્ત મસ્ત ઠંડીમાં ગરમ-ગરમ પેપર નો કપ હાથમાં પકડી ચુલા સામે બેસી બંને ચૂસકી લઇ રહ્યા હતા .નીતાને ચુલો હવે કેમ્પ ફાયર જેવો લાગતો હતો 2 વર્ષ પહેલાંની કોલેજ પિકનિક ના દિવસો યાદ આવી ગયા. ફ્રેન્ડ ને ત્યાં રાત રોકાવા જવું હોય કે બહારગામ પિકનિકમાં જવું હોય નીતા ની મમ્મી હંમેશા એનો વિરોધ કરતી પણ પપ્પા હંમેશા એની બાજુ લેતા અને એને જ્યાં જવું હોય ત્યાં ફરવાની પરમિશન પણ આપતા અને ખર્ચો