અશ્વમેધા - પ્રકરણ 7

  • 3.7k
  • 1.6k

મેધા એના ઘરમાંથી બહાર નીકળી. વસાવા આમ તો મેધાને પોતાની કટ્ટર દુશ્મન સમજવા લાગ્યો હતો. પણ જાડેજાને એક વખત મેધાનું ઘર તપાસવું હતું. એટલે એ વસાવાને લઈને બીજા રસ્તેથી પાછળ તરફ ગયો, જે સૂર્યાએ બતાવ્યો હતો. સાંજના પ વાગ્યાનો સમય થયો હતો. વરસાદી માહોલ હતો. વાતાવરણમાં ઠંડકનું પ્રમાણ ખૂબ જ વધુ હતું. આમ તો ડાંગમાં જે વ્યક્તિ ન રહેતું હોય એમને અહીંનું વાતવરણ માફક આવે નહિ. પણ મેધાને આ ખરાબ વાતાવરણનો ફરક નથી પડી રહ્યો, એ બાબત જ કયાંક ને કયાંક જાડેજા મેધાના અસામાન્ય હોવાના પુરાવા આપી રહી હતી. એણે હજુ સુધી એને ગુનેગાર માની નહતી. એ બાબત વસાવા પણ