પ્રકૃતિની વધુ એક નવી અજાયબી એટલે ભાવોની સમાનતા. એક વ્યક્તિ સામેવાળી વ્યક્તિ વિશે જેવો ભાવ અનુભવે તેવો જ ઘણીવાર સામેવાળી વ્યક્તિ પણ અનુભવે. પણ આ સ્થિતિ માટે બંને ના હૃદય નો અનુબંધ પહેલી શરત છે. આપણે જોયું કે લેખા પોતાને મૂંઝવતા પ્રશ્નો ની ચર્ચા મમ્મી-પપ્પા સાથે કરે છે તો મૌસમ પણ તેની મનની સ્થિતિ વિશે પોતાની રીતે અભિપ્રાય આપે છે હવે જોઈએ આલય શું કહે છે?. વિરાજબેન :-"આલય, શું વિચાર્યું તે?" આલય :-"તને કેવી લાગી 'મા' લેખા?" વિરાજબેન :-"છોકરી દેખાવડી અને સંસ્કારી લાગી આપણા આંગણામાં શોભે તેવી." ઉર્વીશભાઈ :-" વિરાજ આપણે તો બસ આલયના