આવી જ રીતે નાયક અને તેના મિત્રોની કોલેજ પુરી થઇ જાય છે. હવે નાયક માસ્ટર ગ્રજ્યુએશન માટે તે જ શહેરની એક નામચીન કોલેજમાં જોડાય છે . અને સાથ સાથ પેલી ન્યુઝ પેપર કંપનીમાં સારા પગાર સાથે કામ પણ કરે છે . જયારે કુમાર મલ્ટી બિઝનેસ કરી સારી કમાણી કરે છે . રાજ અને હાર્દિક પોત પોતાના ફેમિલી બિઝનેસમાં જોડાય જાય છે. આશા અને પૂજા આજના નવા ટ્રેન્ડ પ્રમાણે ફેશન ડિઝાઇનિંગ જોઈન કરે છે તો સુહાસિની પણ એક સારી કંપનીમાં જોબ ચાલુ કરી દે છે . નાયક એક ફિલ્મી અંદાજમાં કોલેજમાં પ્રવેશે છે. અને પોતાનું રજીસ્ટ્રેશન કરાવી ઘડિયાળ સામે જુવે છે