હાઇવે રોબરી - 20

(17)
  • 3.5k
  • 1
  • 2k

હાઇવે રોબરી 20 રાઠોડ સાહેબની ઓફીસમાં આજે ધમાલ હતી. રાઠોડસાહેબે રોયસાહેબ સાથે વાત કરી નાથુસિંહને રજા ઉપર ઉતારી દીધો હતો. નાથુસિંહ માટે આ એક મોટું અપમાન હતું. પણ એની પાસે છૂટકો ન હતો. આખી તપાસમાંથી એને બાકાત રાખવામાં આવ્યો હતો. પણ એ જમાનાનો ખાઈબદેલ માણસ હતો. એને બધું આવડતું હતું. એણે આખી વાત દિલાવરને કરી અને એક સ્ટ્રેટેજી નક્કી કરી હતી. પટેલની પાછળ દિલાવરના માણસો હતા. અને જીવણની ધરપકડની દસ જ મિનિટમાં એ સમાચાર દિલાવર અને નાથુસિંહ પાસે હતા. દિલાવર પાસે ક્યાંય પણ કોઈ પણ કામ કરાવવું આસાન હતું.