ભક્તિનું માહાત્મ્ય ભક્ત ભગવાનની ભક્તિ કરે છે ત્યારે તેનામાં આનંદરસની ઉત્પતિ થાય છે. ભક્તની આ આનંદરસની ભાવના ભક્તોને પ્રભુ પ્રત્યેના પ્રેમનાં વ્યસન સુધી લઈ જાય છે. સંતો કહે છે કે જે જીવને પ્રભુ પ્રત્યે નિર્મળ પ્રેમ હોય છે તે જીવોને પ્રેમ શબ્દ સાથે, પ્રેમભાવ સાથે નાત-જાતનો કોઈ ભેદભાવ હોતો નથી. કારણ કે પ્રેમ એ સ્વયંભૂ છે અને સ્વયં સ્ફુરિત છે કારણ કે પ્રેમ ભાવના છે, સંવેદના છે જેનું પ્રાગટ્ય હૃદય કેરા કૂપમાંથી થાય છે. પ્રેમીઓએ પ્રેમને છીપમાં રહેલા મોતી સાથે સરખાવેલ છે, જેણે આ મોતીને મેળવી લીધું તેનું જીવન પ્રેમમય બની જાય છે, અને તે કેવળ અને કેવળ