મનીષા અને સોનલ થોડી વાર શાંત અને મૌન બેસી રહ્યાં. જાણે બંને પોતાની તરંગ લંબાઈ ગોઠવતાં હોય એમ થોડી થોડી વારે એકબીજા સામે જોઈ લેતાં હતાં. મનીષાએ એક ઊંડો શ્વાસ લીધો અને નજીકના જ ભૂતકાળમાં લટાર મારવી શરૂ કરી. સોનલ એના શબ્દે શબ્દને ધ્યાનપૂર્વક સાંભળતી હતી અને પોતાના મનમાં એક સુરેખ ચિત્ર ઉપસાવતી હતી. સુરત આવ્યું એટલે મનીષાએ જોયું તો ઉદય હજુ પણ ગુમસુમ બેઠો હતો. એની આંખોમાં જાણે શૂન્યાવકાશ છવાઈ ગયો હતો. મનીષા કેટલીય વાર સુધી એને જોઈ રહી. ઉદયે મનીષા તરફ નજર પણ ન નાંખી. સુરતથી ગાડી ઊપડી એ પછી ઉદયની આંખો