એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી - 2

  • 3.7k
  • 1.8k

એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૨"મુંબઈ મામાના ઘરે જાઉ ? ના...ના ...મામા તો પપ્પા ને તરત ફોન કરી દેશે એ પણ મારો પ્રોબ્લેમ નહીં સમજે, રાજકોટ જાઊ પણ મારી ફ્રેન્ડ અંજલી તો અહીં અમદાવાદમાં છે ત્યાં કોને ત્યાં જઈશ?" આવા અસંખ્ય વિચારો સાથે નીતા રિક્ષામાંથી ઉતરી .રેલવે સ્ટેશન ઉપર ખૂબ ટ્રાફિક હોવાથી રીક્ષાવાળાએ નીતાને મેઇન રોડ ઉપર ઉતારી. નીતા જોડે એ કોલેજમાં લઈ જતી એ નાની બેગ હતી જેમાં એણે પોતાનો જૂનો ડ્રેસ જે ઘરેથી પેહરી ને આવી હતી એ મૂક્યો હતો .બેગ ના આગળના નાના પોકેટમાં લગભગ ૨૦૦૦ જેટલા રૂપિયા હતા એમાંથી એને રિક્ષાવાળાને પૈસા આપ્યાં અને ત્યાં