રાજકારણની રાણી - ૬૦

(55)
  • 5k
  • 2
  • 2.6k

રાજકારણની રાણી - મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૬૦જનાર્દન ધારેશની ભૂમિકા વિશે વિચારી રહ્યો હતો. ટીનાની વાત પરથી ધારેશને સુજાતાબેનના પ્રેમી કે દોસ્ત તરીકે કલ્પી લીધો હતો. પરંતુ એ વાતમાં કેટલું તથ્ય હતું એ શોધવાનું બાકી હતું. ધારેશને પોતાનાથી પહેલાં મોકલીને સુજાતાબેન કોઇ બાજી ગોઠવી રહ્યા હતા કે શું? એવું અનુમાન તે કરી રહ્યો. સુજાતાબેનને મંત્રી બનવાની કોઇ લાલચ દેખાતી નથી. બાકી રાજેન્દ્રનાથે એમને ઓફર કરી જ હતી. એવું લાગે છે કે તેમને સત્તાની કોઇ મોહમાયા નથી. આ બધું પૂરું થયા પછી માત્ર ધારાસભ્ય તરીકે લોકોની સેવા કરતા રહી શકે છે. તેમણે લોકોની સેવા માટે જ રાજકારણમાં આવ્યા હોવાનું જણાવ્યું હતું. શંકરલાલજીએ