લાલ ઇશ્ક, લેખક: નાગરાજ "હ્ર્દય" ધરતીના ખોળામાં ડૂબતો સૂરજ સંધ્યાના આગમનની સૂચના આપી રહ્યો હતો. આકાશે ખિલતી સંધ્યા સાગરના પાણીને લાલ ઇશ્કની અનૂભૂતી કરાવી રહી હતી. સાગરની ગેલ કરતી લહેરો પણ લાલ સંધ્યાના સ્પર્ષથી અતી માદક બની હતી. માદક બનેલી હવા સાગરને વારંવાર વહાલ ભરેલું આલિંગન કરી, તેના ઋદયમાંથી લાગણીના મોજા કિનારે ઊછાળતી હતી. તે આહલાદક મોજાની મોજ માણતા સાગર અને સંધ્યા એક મોટા પથ્થર પર બેઠા બેઠા પ્રણયના ગિતો ગણગણાવતા હતાં. સંધ્યાની લાલ રોશનીમાં પથ્થર પર બેઠેલી સંધ્યા લાલ રંગમાં રંગાઈ ગઈ હતી. લાલ વસ્ત્રમાં શુશોભિત સંધ્યાનું ગૌરાંગી મુખ પણ લાલ થઈ ગયું હતું. તેની ભૂરી આંખોમાંથી નિતરતો પ્રેમ એ