નવી યાત્રા

(13)
  • 3.2k
  • 1.2k

નવી યાત્રા કોઈ જોર જોરથી બારણું ખખડાવતું હતું. એ આંખો ખોલવા માંગતો હતો , પણ આંખો ખુલતી ન હતી.એ ઉભા થવાની કોશિશ કરી રહ્યો હતો. પણ એ કંઇ પણ કરવા અસમર્થ હતો. એણે જોયું, બન્ને તરફની દિવાલોમાંથી ભાલા જેવા સળિયા બહાર આવ્યા હતા. અને હવે બન્ને બાજુની દિવાલો ખસતી ખસતી પોતાની તરફ આવી રહી હતી. હવે એનું શરીર એ ભાલાઓથી છેદાવાનું નક્કી હતું. એ બુમો પાડવા માંગતો હતો. પણ ગળામાંથી અવાજ નીકળતો જ ન હતો. દિવાલો નજીક આવતી ગઈ. બન્ને બાજુના ભાલાની અણી