વસુધા - વસુમાં - 1 

(105)
  • 17.6k
  • 4
  • 12.1k

વસુધા - વસુમાં એક નારી, નારીનો આદર્શ, નારીની ઇચ્છાશક્તિ, નિર્ણયશક્તિ નીડરતા, પાત્રતા, દરેક પડકાર સામે ઝઝુમવાની સાહસિકતા, પવિત્રતા, કરુણા, પ્રેમ, વાત્સલ્યતા, આવા ક ગુણ સદગુણથી પરોવાયેલું એક સ્ત્રી ચરિત્ર એટલે વસુધા-વસુમાં.... નારી તું નારાયણી સાબિત કરી આપ્યું.... વસુધા એક નાનકડા ગામની નિર્દોષ ચંચળ સુંદર કન્યા. સાવ નાની ઊંમરે થઇ ગયેલું વેવીશાળ. હજી માંડ 9 ધોરણ પાસ કર્યા અને વેવીશાળ થઇ ગયું. બીજા વર્ષે લગ્ન અને 16 વર્ષની કિશોરાવસ્થા અને યુવાનીનાં ઉંબરે પગ મૂકતી કન્યા સાસરે આવી ગઇ. સાસરાનું ઘર ભર્યુ ભર્યુ જમીન, મકાન મિલ્કત ઢોરઢાંખર બધુ હતું. પતિ પણ માંડ 18 વર્ષનો પીતાંબર ઘરની ખેતી અને ઢોરઢાંખર, દૂધ પર ઘર