પગરખા છોટુ નામનું નાનું બંદર તે ઉંમરમાં નાનો હતો અને સાથે સમજવાની બાબતમાં બેવકૂફ અને ના-સમજ પણ હતો. આમ છતાં તે પોતાની જાતને બહુ હોશિયાર સમજતો હતો, તે તેના રહેઠાણથી નજીકમાં નંદનવનમાં કામ કરતો હતો. જેથી રોજ સવારે ટ્રેનમાં જતો અને સાંજની ટ્રેનમાં ઘરે પરત આવતો હતો. તે રોજ ટ્રેનમાં અપડાઉન કરતો હતો પરંતુ, તેની એક બહુ ખરાબ આદત હતી હતી કે ટ્રેનમાં નીચેની સીટમાં જગ્યા ખાલી હોય તેમ છતાં તે હંમેશા ઉપરવાળી સીટ પર ચડીને બેસતો હતો અને તે પણ તેના પગમાં ઠઠારેલ જૂતાં સાથે બેસતો જેને કારણે તેને રોજ કોઈને કોઈની સાથે ટ્રેનમાં રકઝક થયા કરતી હતી.