એસ. ટી. સ્ટેન્ડ એક લવ સ્ટોરી ભાગ ૧સાંજના લગભગ છ વાગ્યા હતા. નીતા અમદાવાદના રીલીફ રોડ ના બ્યુટી પાર્લર મા બેઠી હતી .એને આજે છોકરો જોવા આવવાનો હતો. સામે અરીસા માં એને પોતાનો ચહેરો નહીં થોડા દિવસ પહેલા બનેલી ઘટના દેખાઈ રહી હતી. એના પપ્પાએ એને એના કોલેજના મિત્ર સાથે જોઈ હતી.દિપક એનો ફક્ત મિત્ર હતો પરંતુ એના પપ્પાએ તેનો બીજો જ અર્થ કાઢયો.એ ઘરે પહોંચી ત્યારે એના પપ્પાએ એને ખૂબ ગુસ્સો કર્યો નીતાએ એમને ખુબ સમજાવાની કોશીશ કરી પણ એ કોઈ વાત સમજવા તૈયાર નહોતા. નીતા ભણવામાં ખૂબ હોશિયાર હતી નીતાનુ આ કોલેજનું છેલ્લું વર્ષ હતુ એને હજુ આગળ