અંતરમનની શક્યતાઓ જેના છેડા વિસ્તરેલા હોય છે ' હા' અથવા ' ના ' સુધી...... હા ની દિશામાં વિચારવા લાગીએ તો દૂર દૂર સુધી ફક્ત ફૂલોથી ફેલાયેલું ઉપવન જ દેખાય અને ના ની દિશામાં વિચારીએ તો અવરોધોનું અડાબીડ જંગલ આ ઉપવન અને જંગલ ને જોડતી જિંદગી.... આલય અને લેખા આવા જ જિંદગીના પડાવ પર આવી ગયા જ્યાં તેમના નિર્ણયો તેમના જીવનની દિશા નક્કી કરશે તો ચાલો તેના જીવનમાં પ્રવેશીએ.... કુસુમબેન વધારે પડતા ખુશ તો અનંતભાઈ ફરી ફરીને વિરાજ બહેને કહેલા વાક્ય પર આવીને અટકી જતા હત ત્યાંતો લેખા ની વાતચીતે તેમને થોડી અસમંજસ