ડ્રીમ ગર્લ - 10

(19)
  • 4.2k
  • 1
  • 2k

ડ્રીમ ગર્લ 10 જિગરે સુવાની કોશિશ કરી. આગલી રાતનો ઉજાગરો હતો એટલે ઉંઘ તો આવી જવી જોઈતી હતી પણ વિચારોની હારમાળા બધું અસ્તવ્યસ્ત કરી મૂકતી હતી. ત્રણ વર્ષ પહેલાં જિગરના પિતા નવિનચંદ્ર શેલત , જે એક સરકારી વકીલ હતા એમનું હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. પણ એ પહેલાં એક સરસ મકાન એમણે બનાવી દીધું હતું. અને એમનું જે પેંશન આવતું હતું એ મા-દીકરા માટે પૂરતું હતું. જિગરની માતા રેણુકા શેલત એક હાઉસ વાઈફ અને ભક્તિપરાયણ સ્ત્રી હતી. એને મન હવે દીકરો જ સર્વસ્વ હતો. નિલુની માતા