(રાજના શબ્દોમાં)હું, અર્થ અને મિહીકા ત્રણેય નાનપણથી મિત્ર હતા. હું પણ મિહીકાને પસંદ કરતો હતો પણ તેમના વિશે ખબર પડ્યા પછી મેં મારું નસીબ માનીને હકીકત સ્વીકારી લીધી હતી. પણ પછી કોલેજમાં મારી દોસ્તી એવા જણ સાથે થઈ કે હું અવળા રસ્તે ચડી ગયો. હવે હું મિહીકાને મેળવવાના સપના જોવા લાગ્યો. કારણકે એ મારો પ્રેમ ન હતો પણ વાસના હતી. એટલે હું કેવીરીતે મિહીકાને મેળવું તે જ યોજના બનાવતો હતો.એમાં એક દિવસ મને ખબર પડી કે અર્થવ અને મિહીકા આ રીતે વાતો કરે છે. તો મેં અર્થવની જાણ બહાર એના ફોનમાં સ્ક્રીન રેકોર્ડર નાખી દીધું. હવે એ રેકોર્ડર અર્થવની તમામ