અંત ( ઓગસ્ટ, ૨૦૧૮ )મારી અને કિન્નરી ની વાતચીત નો લગભગ અંત જ આવી ચૂક્યો હતો. સાથે સાથે એમ પણ કહી શકાય કે બંનેના સબંધ નો પણ અંત જ આવી ચૂક્યો હતો. મને હજી પણ વિશ્વાસ હતો કે બધું પહેલાં ની જેમ સારું થઈ જશે. મારા અંતર માંથી હંમેશા આવો અવાજ આવતો હતો. પણ મનેં ખબર ન હતી કે મારી બધી ધારણાઓ ખોટો પડવાની હતી. મારા ધોળાં દિવસે જોવાયેલા સપનાઓનો અંત આવવાનો હતો. મારા સપનાઓનો અંત લાવનારો ૨૦૧૭ નો ઑગસ્ટ મહિનો હતો.મને કિન્નરી સાથે વાત કરવાની ઘણી ઈચ્છા થતી પણ મારી ઈચ્છાઓને કામ ના બહાને દબાવી દેતો હતો. પણ એક