અભય ( A Bereavement Story ) - 11

(12)
  • 4.8k
  • 1
  • 1.9k

એસીપી બગ્ગાએ અવાજ ન આવે એવી રીતે સ્ટોપર ખોલીને ઝાટકા સાથે દરવાજો ખોલ્યો.પરંતુ સામે કોઇ ન દેખાણું. તેથી તેઓ ગન લઇને ધીરે ધીરે અંદર ગયાં. ત્યાં આજુબાજુ બધે જોયું પણ ઇમરાન અને અદનાન ક્યાંય ન દેખાયા. રીમા,મિલન બધે વ્યવસ્થિત ચેક કરો. એસીપીએ કહ્યું.સ્ટોરરૂમમાં બધી જગ્યાએ જોયું પણ તેઓ ક્યાય દેખાયા નહીં.ત્યાં જ એસીપીની નજર બારી પર પડી.ઓહ નો.બારી તુટેલી છે મતલબ તેઓ અહીંથી ભાગી ગયાં. એસીપીએ કહ્યું અને નિતીનને ફોન લગાડ્યો.હેલો નીતિન, બધાને સુરક્ષિત બહાર મોકલી દીધા.હા સર,બધાને ટેકનીકલ ઇસ્યુનું બહાનું બતાડી સેફલી બાજુની સ્કૂલમાં મોકલી દીધા છે.હું પીયૂન સાથે કેમેરારૂમમાં જાવ છું જેથી બિલ્ડિંગમાં કોઇ રહી નથી ગયુને એની ખબર