અંતિમ પ્રકરણ-છત્રીસમું/૩૬‘આ દેવલ રાણા નથી... એ વાતની હજુ આ દેવલને પણ ખબર નથી.’ આ વાક્ય કહીને વૃંદાએ જાણે એવો ધમાકેદાર ધડાકો કર્યો કે, જાણે થોડીવાર માટે સૌ પોતાનું અસ્તિત્વ મહેસૂસ નહતા કરી શકતાં. દેવલ તો જાણે પત્થરની મૂરત બની વૃંદાને જોતી જ રહી..દેવલની તો જાણે બોલવાની શક્તિ જ હણાઈ ગઈ હોય એવું લાગ્યું, માંડ માંડ હસતાં હસતાં વૃંદાને પૂછ્યું..‘વૃંદા...આ તું શું બોલી રહી છે..? આ શું ચાલી રહ્યું છે ? અને હું દેવલ રાણા છું..અને નથી, એ...એ વાતની શું સાબિતી છે, તારી પાસે ? એટલે વૃંદાએ દેવલને ઇશારાથી તેની નજીક આવવાનું કહેતા દેવલ બેડની બાજુની ચેરમાં બેસતાં વૃંદા દેવલની હથેળી તેની હથેળીમાં