હંસાબેન મહેતા ભાગ 2

  • 5.3k
  • 2.1k

ધારાવાહિક:- આપણાં મહાનુભાવોલેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાનીહંસાબેન મહેતાની ચર્ચા આગળ વધારતા.....હંસાબહેન જ્યારે મુંબઈમાં સેવિકાસંઘના સભ્ય હતાં, તે સમયે મુંબઈના એક વિસ્તારમાં તેમને સાઈમન કમિશન વિરુદ્ધ ધરણાં કરવા માટેની જવાબદારી સોંપાઈ હતી.ધરણાં દરમિયાન અન્ય સ્ત્રીઓની સાથે હંસાબહેને સક્રિય ભાગ ભજવ્યો. પરંતુ એ દરમિયાન તેમનાં બાળકો નાનાં હોઈ તેમણે અમુક સમય માટે ઘરે પરત જવું પડ્યું. પરંતુ જ્યારે તેઓ પાછાં ફર્યાં ત્યારે પોલીસ દ્વારા તમામ ધરણાં કરનાર સ્ત્રીઓની ધરપકડ કરી લેવાઈ હતી.આ વાત ખબર પડતાંની સાથે જ તેઓ સીધાં પોલીસ સ્ટેશન પહોંચી ગયાં અને પોતાની ધરપકડ કરવા પોલીસને જણાવ્યું. પરંતુ ધરપકડ સમયે તેઓ હાજર ન હોવાને કારણે પોલીસે તેમની ધરપકડ કરવાની ના