ત્યાંજ પાછળથી રોઝનો અવાજ આવ્યો, "સુલતાન." "ખોટું બોલી તું?" સુલતાન ગુસ્સામાં બોલી રહ્યો. "મને સમજાવવાનો મોકો તો દો." રોઝની આંખો ભીની થઇ ગઈ. સુલતાન ઉભો થઈને ત્યાંથી સડસડાટ નીકળી ગયો. રોઝ નિર્વસ્ત્ર દેહ પર ચાદર લપેટીને દરવાજેથી સુલતાનને રોકવાના પ્રયાસો કરવા લાગી પણ સુલતાન દરેક અવાજને નજરઅંદાઝ કરતો ઘોડાની જેમ દોડવા લાગ્યો. સુલતાનની આંખોમાંથી અનરાધાર આંસુઓ વહી રહ્યા હતાં. તે વારેવારે તેનાં લાલ થઇ ગયેલા નાક પર હાથ ફેરવીને આંસુ લુછ્યા કરતો હતો. રોઝનાં ઘરેથી ઘણે આગળ નીકળી ગયાં બાદ સુલતાન એક ઝાડ પાસે ટેકો દઈને નીચે બેસીને જોરજોરથી રડવા લાગ્યો. ************************* આ તરફ રૂકસાના આગળ પાછળ ચાલી રહી