.............ચંદ્રનાં આછા પ્રકાશમાં તેનો પડછાયો જંગલમાં જતો અલુપ્ત થતો હતો. સવારે ઉઠીને નગ્માએ ઝૂલો હાથ વડે હલાવ્યો તો એમાંથી તેને કોઈ વજન ન અનુભવાયું. તે સફાળી ઉભી થઇ અને ઝૂલાની અંદર નજર કરી તો અર્શી ગાયબ હતી. નગ્મા જોરજોરથી ચિલ્લાવા લાગી. તેણે આસપાસ પણ નજર કરી લીધી. નગ્માની ચીસોથી બધાની ઊંઘ ઉડી ગઈ. "શું કરો છો નગ્મા? ઉંઘમાં ખલેલ ન પાડો." રહીમ ઉંઘમાં જ બોલી ઉઠ્યો. "અરે ઉભા થાઓ આપ. અર્શી બેબી નથી અહીંયા ક્યાંય." નગ્મા ચિડાઈને બોલી ઉઠી અને પછી નીચે બેસીને રોવા લાગી. સુલતાન નગ્મા પાસે આવ્યો, "ખાલા, અર્શી બેબી અહીંયા જ ક્યાંક હશે. રમતી રમતી આગળ જતી