"સાહેબ ત્યાં વિવેકભાઈ.... નીચે પડ્યા છે. " વોચમૅને માંડ કરીને વાક્ય પૂરું કર્યું. એ સાથે જ બધા દોડીને બહાર ગયા. સામેના દ્રશ્યને જોઈને બધાના પગ નીચેથી જમીન સરકી ગઈ. આંખો ફાટીને ફાટી જ રહી ગઈ. વિવેક નીચે પડ્યો હતો અને તેના માથા નીચે લોહીનું ખાબોચિયું ભરાઈ ગયું હતું. મોના દોડીને વિવેક પાસે આવી, તેને ઉઠાડવા પ્રયત્ન કરી રહી. અધીરાજ અને સ્વર્ણા પણ વિવેકની પાસે આવ્યા. વિવેક મરી ચૂક્યો હતો. મોના જોરજોરથી રડવા લાગી. વિવેકની બૉડીને પોસ્ટમોર્ટમ માટે લઈ જવાઈ. બે ત્રણ દિવસ પોલીસ તપાસ ચાલી. એક દિવસ પોલીસ ઘરે આવી અને કહ્યું કે આ ઘટનામાં કોઈનો હાથ નથી. વિવેકના