મનમેળ - 6

(14)
  • 3.5k
  • 1.2k

તુલસી મેઘને ચિડાવતી શરમાતી નીચે ચાલી ગઈ... મેઘ પણ એને પ્રેમથી જતી જોઈ રહ્યો.સંબંધો પણ એક બીજામાં ગહેરાઈથી વણાઈ ગયા.. ભીમાના લગન પછી તુલસીના ને મેઘના લગન ધામધૂમથી લેવાયા.. તુલસીને મેઘના લગન સાથે એક જ ગામની બીજી ત્રણ ચાર જોડીઓ લગન નાં બંધનમાં બંધાઇ.. ગામમાં જાણે મોટો ઉત્સવ હોય તેવો માહોલ સર્જાયો હતો.. એક જ ગામના જાનૈયા એટલે બે દિવસ જાન રોકાઈ પણ મહેમાનની આગતા સ્વાગતા બધાની જવાબ દારી આખા ગામે ઉપાડી લીધી.. ધામધૂમથી બધો પ્રસંગ પાર પડ્યો.. બધા જાનૈયા એ વિદાય લીધી.. દિકરીઓની રોકકળ થી વિદાયનું વાતાવરણ વધુ કરુણ બન્યુ.. તુલસી