રાજકારણની રાણી- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કરપ્રકરણ-૫૯સુજાતાબેન શું આયોજન કરી રહ્યા છે એનો અંદાજ જનાર્દનને આવી રહ્યો હતો. પરંતુ સુજાતાબેનનું મન કળી શકાતું ન હતું. એમનો વાંક પણ ન હતો. રાજકારણના બદલાતા રંગ એમને આયોજન બદલવા મજબૂર કરી રહ્યા હતા. રાજકીય પક્ષોની ગણતરી સમજવાનું કોઇપણ માટે મુશ્કેલ હોય છે. થોડા દિવસ પહેલાં જ પડોશી રાજ્યની ચૂંટણી એકાએક જાહેર થઇ ગઇ હતી. વિધાનસભાની મુદત પૂરી થવામાં હજુ સાત મહિના બાકી હતા અને તેને ભંગ કરી ચૂંટણી જાહેર કરી દેવામાં આવી હતી. ત્યારે એમ થયું હતું કે પાંચ વર્ષ માટે ચૂંટાતા ધારાસભ્યો પણ હવે એમ માનીને ચાલી શકે એમ નથી કે એમને