પુનર્જન્મ - 19

(27)
  • 4.1k
  • 2
  • 2.6k

પુનર્જન્મ 19 બીજા દિવસે સવારે અનિકેત ખેતરે ગયો. હવે મકાનનું કામ બે ત્રણ દિવસમાં અટકાવવું પડે એમ હતું. કેમકે પછી દિવાળીના તહેવારો ચાલુ થતા હતા. ખેતરની અંદર જીપ પાર્ક કરી. જીપ માંથી સામાન કાઢ્યો અને ઓરડી ખોલી અંદર ગયો. થોડી સાફસફાઈ પછી એ બહાર લીમડાના ઝાડ નીચે ખુરશી નાંખી બેઠો. એક ખુરશી સામે નાખી એના ઉપર પગ લાંબા કરી બેઠો. બાજુના ખેતર માંથી બોરનો પાણી ખેંચવાનો એકધારો અવાજ આવતો હતો. લીમડાના મીઠા છાંયડા નીચે મંદ મંદ સમીર લહેરાતો હતો. કોયલ અને બીજા પંખીઓના કલરવનો અવાજ આવતો હતો.