પ્રેમની પરાકાષ્ઠા. મનહર વાળા, "રસનિધિ." ભાવનગર. મોબાઈલ, 9664796945. મને આંખો ઉઘાડી વાંચવાની હિંમત તો કર? એક ખુલ્લી કિતાબ જેવો ન લાગુ તો કહેજે. સ્મિતની ડાયરીના પ્રથમ પાના પર જ આટલી મોહક બે લાઇન જોઈને અપેક્ષા હેપ્તાય ગઈ. "ઓહ આ ડાયરી ખરેખર સ્મિતની જ છે? અરે? એ, એ, એતો સાવ ઠોઠ અને વર્ગમાં અંતિમ નમ્બરનો વિદ્યાર્થી છે. આ લખાણ એનું કઈ રીતે હોય? જે માણસને કોઈ સાથે સ્નેહથી વાત કરતા પણ, નથી આવડતું એ માણસ આટલું સરસ લખી પણ કેવી રીતે શકે?" આવા વિચારો વચ્ચે અપેક્ષા સાવ શૂન્યમનસ્ક થઈ ગઈ. ડાયરીના પણ બે પૂંઠા બાથ ભરીને સ્મિતના લખાણને હેત