તીકેટ વાવાઝોડું કાંઠા ઉપર વસેલાં ગામોમાં ભયંકર ખાનાખરાબી વહોરશે એ તો અમને અગાઉથી સંદેશ હતો. અમે NDRF ફોર્સ સાથે સંકલનમાં હતા. જોકે અમારું તટ રક્ષક દળનું કામ કિનારાઓ પર સતર્કતાથી પહેરો ભરવાનું હતું. અત્યારે તો તકનો લાભ લઈ પાકિસ્તાન કે કદાચ ચીન પણ આ 1500 કીમી લાંબા પશ્ચિમના દરિયાકાંઠે આવી શકે.અમને સંદેશ આવે તે પહેલાં અમારું પોતાનું જહાજ જ મધ દરિયે સંભાળવાનું કપરું કામ આવ્યું. મધ દરિયે એટલે કાંઠાથી માંડ આઠ દસ નોટીકલ માઈલ દૂર. અમારી લડાઈ વખતે પણ કામ આવે એવી સુસજ્જ સ્ટીમર ચાલકના કાબુમાં ન રહી. ભર બપોરે દરિયે ભૂરું ઘોર અંધારું થઈ ગયું અને પવન તમે કલ્પના