ડેશિંગ સુપરસ્ટાર ...અ ટ્વિસ્ટેડ લવસ્ટોરી. - ભાગ-4

(64)
  • 5.3k
  • 1
  • 2.7k

સ્નાન કરીને તે તૈયાર થઇ ગઇ.તેના પ્રિય આસમાની કલરની કુરતી અને ગુલાબી ચુડીદાર પહેરીને અરીસા સામે ઊભી રહી.તેના કમર સુધીના વાળ તેણે ટુંવાલમાંથી મુક્ત કર્યા.તેના ભીનાવાળમાંથી ટપકતા પાણીએ તેની કુરતીને ભીના કરવાનું કામ શરૂ કર્યું.તેણે હેર ડ્રાયર લઇને વાળ કોરા કરવાનું શરૂ કર્યું. હવે અહીંથી કિઆરા તમને તેના વિશે,તેના જીવન વિશે અને તેના લક્ષ્ય વિશે જણાવશે. "હાય ,હું છું કિઆરા.સવાર સવાર રોજનો આ જ નિયમ છે.પહેલા તો દાદી મને ઉઠાડવા આવે અને પછી સ્નાન કરીને આમ વાળ કોરા પાડો. જીવન સાવ મશીન જેવું બની ગયું છે.પછી નાસ્તો કરો અને તૈયાર થઇને કોલેજ જાઓ.સાંજે ફિઝીકલ ફિટનેસ માટે જીમ અને માર્શલ આર્ટસ