અનંત સફરનાં સાથી - 42

(29)
  • 3.9k
  • 1
  • 1.6k

૪૨.મોતનો ખેલ પન્નાલાલે આયશાનાં સવાલનો જવાબ આપ્યો. ત્યારે આયશા શાંત થઈ. એ પછી એ એકવાર પણ રડી નહીં. બધી વિધિ પૂરી થયાં પછી બધાં પુરુષો નાગજીની લાશને ખંભે ઉંચકીને સ્મશાને લઈ ગયાં. શિવાંશ અને આર્યન પણ સાથે ગયાં. આર્યન આયશાને સંભાળવા માટે જવાં માંગતો ન હતો. પણ આયશાએ નહીં રડવાનું વચન આપીને એને મોકલી દીધો. આયશા એનાં વચન પર ખરી ઉતરી. એ એકવાર પણ રડી નહીં. જ્યારે સોનાક્ષીબેનની રડી રડીને હાલત ખરાબ થઈ ગઈ હતી. આખરે આયશાથી એમનું રડવાનું સહન નાં થતાં એણે સ્વાગત બંગલોની ઈંટો હલી જાય એટલી ઉંચી રાડ પાડી, "હવે રડવાનો સમય જાની પરિવારનો છે. આપણી ઘરેથી