લીલો ઉજાસ - પ્રકરણ - ૧૯ - સેક્સ ક્લિનિકની મુલાકાત – દિવ્યેશ ત્રિવેદી

(16)
  • 5.9k
  • 2.2k

ડભોઈથી જ્યોતિભાભી આવ્યાં. સાથે અર્ચના પણ આવી હતી. અર્ચનાને મનીષા સાથે ખૂબ મજા આવી. જ્યોતિભાભી અને અર્ચના આવ્યાં એ પછી ઉદય અને મનીષા એમને લઈને એક સવારે પિનાકીનભાઈને ત્યાં જઈ આવ્યાં અને સાંજે નયનને ઘેર જઈ આવ્યાં. બંને જગ્યાએ એમનું ઉષ્માભર્યું સ્વાગત થયું. એ પછી ચારેય જણ ડભોઈ ઊપડી ગયાં. ડભોઈમાં ત્રણ દિવસ રહ્યા. ડભોઈમાં તો અર્ચના જ મનીષા માટે ભોમિયો બની ગઈ હતી. એ મનીષાને લઈને ગામમાં ફરી. એની બહેનપણીઓ સાથે મનીષાની ઓળખાણ કરાવી. હીરા ભાગોળ અને પ્રસિધ્ધ તળાવ પણ બતાવ્યું અને એની પાછળ રહેતી ઐતિહાસિક દંતકથાઓ પણ કહી. મનીષાને ડભોઈ ખૂબ ગમી ગયું. મુંબઈ કરતાં અહીંનું જીવન