લીલો ઉજાસ - પ્રકરણ -૧૬ – સોનલ, પર્યુષણ અને બૈજિંગ! – દિવ્યેશ ત્રિવેદી

(17)
  • 3.7k
  • 1.4k

સોનલને સવારે વહેલું નીકળવું હતું. પરંતુ રાત્રે મોડાં સૂતાં હતાં એથી સવારે ઊઠવાનું મન નહોતું થતું. એને નવ વાગ્યા સુધીમાં મલાડ પરમજિતને ત્યાં પહોંચવાનું હતું. પરમજિતને ત્યાં દિલ્હીથી રીમા સેન નામનાં એક બહેન આવવાનાં હતાં. એ બહેન દિલ્હીના મંત્રાલયમાં ઊંચા હોદ્દા પર હતાં. એ બહેનના પતિ પણ લશ્કરમાં હતા અને પરમજિતના પતિના મિત્ર હતા. એ સંબંધ ઉપરાંત રીમા સેનનો આવવાનો હેતુ એ હતો કે સરકાર ફેશન ટેક્નોલૉજી ક્ષેત્રનું એક પ્રતિનિધિ મંડળ ચીનની મુલાકાતે મોકલવા માગતી હતી અને એમાં રીમા સેન પરમજિતનો પણ સમાવેશ કરવા માગતી હતી. આમ તો આ પ્રતિનિધિ મંડળ માટે ચીનની સરકારે જ