બંધન માનવીએ પોતે સ્વીકારેલું.. સ્નેહનું વિશ્વાસનું અને સાથે જવાબદારીઓનું.... ઘરના દરેક સભ્યો જો એકબીજાના મનને મોકળાશ આપવાની જવાબદારી સ્વીકારી લે તો બધું જ એક દિશામાં વહેતું થઈ જાય અને અલગ-અલગ સુરના ટહુકાઓ સાથે મળી મધુર પ્રેમના સંગીત માં ફેરવાઈ જાય. આવી જ મોકળાશ ઇચ્છતા આલય અને લેખા... ધીમે ધીમે ખીલતા જાય છે... બાલ્કની મા વિવિધ ફૂલો ને જોઈ આલયને વાત શરુ કરવાનો વિષય મળી જાય છે.... આલય :-"તો તમને ફૂલો અને પુસ્તકો ગમે એમ ને?" લેખા :-"હા ફક્ત ફૂલો અને પુસ્તકો જ નહીં મારા સ્વજનો અને પ્રિયજનો ને ગમે તે બધું જ મને ગમે... તમને શું ગમે?" આલય