વેધ ભરમ - 57

(218)
  • 10.2k
  • 6
  • 4.6k

અનેરી અત્યારે અતિતની યાદોમાં ખોવાઇ રહી હતી. વિકાસ સાથે લગ્ન કર્યા પછી તેણે એકદમ આયોજનપૂર્વક પોતાનો બદલો લીધો હતો. બદલો લેવા માટે તેને સાથીની જરૂર હતી. તેણે શિવાનીને સાથે લેવાનુ વિચાર્યુ હતુ. આ માટે એક દિવસ મોકો જોઇને અનેરીએ શિવાનીને દર્શને કરેલ બળાત્કારની વાત કરી દીધી હતી. અનેરીને એમ હતુ કે આ વાત સાંભળી શિવાની તેને સાથ આપવા માટે તૈયાર થઇ જશે. દર્શને કરેલ બળાત્કારની વાત સાંભળી શિવાનીએ કહ્યું “જો અનેરી આ બધા જ પુરૂષો એવા જ હોય છે. સારી છોકરી જોઇ નથી કે લાળ ટપકાવી નથી. પણ સામે તે છોકરી પણ એવી જ હશે બાકી તારી કે મારી સાથે