રહસ્યમય પ્રેમ - (ભાગ 13) - છેલ્લો ભાગ

(16)
  • 3.4k
  • 1
  • 1.5k

"સિધ્ધાર્થ ....." જીયા દરવાજા પર ઉભેલા છોકરા તરફ જોઈને બોલી રહી હતી....સિધ્ધાર્થ પ્રિયા નો ભાઈ હતો.....દસ ધોરણ સુધી શ્રેયા જીયા અને સિધ્ધાર્થ સાથે જ ભણતા હતા .....દસ ધોરણ પછી સિધ્ધાર્થ ડિપ્લોમા , જીયા કોમર્સ ,અને શ્રેયા સાઈન્સ મા આ રીતે ત્રણેય વહેંચાઈ ગયા હતા અને એકબીજાના સંપર્ક પણ તૂટી ગયા હતા....આજે આ લગ્ન માં ત્રણેય પાછા મળ્યા હતા.....સિધ્ધાર્થ નિહાર જેટલો જ ઊંચો હતો....તેની કથ્થઈ આંખો જોતા જ ગમી જાય એવી હતી....એના વાળ એની આંખો ની જેવા કથ્થઈ હતા....એના જમણા ગાલ માં ઊંડો ખાડો(ડિમ્પલ) પડતો હતો....ફોર્મલ કાળુ પેન્ટ અને પીળા શર્ટ માં સૂર્ય જેવો તેજસ્વી લાગતો હતો....સિધ્ધાર્થ અને શ્રેયા સાથે ભણતા