હાઇવે રોબરી 15 મી.પટેલ એમનો રિપોર્ટ ચેક કરી રહ્યા હતા. કોઈ ભૂલ રહી ના હોય તેની ચિંતા તેમના ચહેરા પર સ્પષ્ટ દેખાઈ આવતી હતી. સાંજના પાંચ વાગવા આવ્યા હતા. નાથુસિંહ બેફિકરાઈથી મોના ગલોફામાં પાન દબાવી કંઈક વિચારોમાં ખોવાયેલ હતો. રાઠોડ સાહેબ આવ્યા. કોઈની સાથે બોલ્યા વગર એમની ચેમ્બરમાં જતા રહ્યા. સામાન્ય રીતે હંમેશા પહેલા પોતાના સ્ટાફ સાથે હાય હેલો કરનાર રાઠોડ સાહેબની વર્તણુંકથી જ બધા સમજી ગયા કે કંઈક ગરબડ છે. પાંચ મિનિટમાં બધા ને ચેમ્બરમાં બોલાવ્યા. આજે દેવધર ને પણ બોલાવ્યો હતો. પહેલી વખત એવું થયું કે દેવધર