હાઇવે રોબરી - 11

(18)
  • 4k
  • 2.2k

હાઇવે રોબરી 11 ડી.વાય.એસ.પી. રાઠોડ સાહેબની ચેમ્બરમાં ટીમના તમામ સભ્યો હાજર હતા. ઘટનાનો આજે ત્રીજો દિવસ હતો. આજે પ્રાયમરી રિપોર્ટ આપવાનો હતો. રાઠોડ સાહેબના માર્ગદર્શન પ્રમાણેની માહિતીનો ઢગલો હતો.. હવે આગળનું ઇન્વેસ્ટીગેશન કરવાનું હતું. પી.એસ.આઈ. મી.પટેલે માહિતી આપવાનું ચાલુ કર્યું.પી.એસ.આઈ નાથુસિંહ પણ બધી માહિતી સાથે તૈયાર હતો. ' સર , સૌથી અગત્યની એક વાત પોસ્ટમોર્ટમ નો રિપોર્ટ છે. કારમાં પાંચ માણસ હતા. ત્રણને પહેલાં ક્લોરોફોર્મ સુંઘાડી પછી બિલકુલ નજીકથી ગોળી મારવા માં આવી છે. બાકીના બે રતનસિંહ અને અમરસિંહને ક્લોરોફોર્મ સુંઘાડવામાં નથી આવ્યું. ' ' બની