મોરપીંછ નાનકડી કાવ્યાને અચાનક પગના તળિયે કઈંક સળવળી રહ્યું હોય તેમ લાગ્યું, જાણે કોઈ હળવા હાથે ગલીગલી કરી રહ્યું હોય.... તેને એમ કે તેના બા અથવા ડેડી છે એટલે બંધ આંખેજ કહેવા લાગી પગનાં અંગુઠા પાસે ફેરવોને... કાવ્યા કહે અને ન થાય એવું તો કેમ થાય... સુંદર મોરપીંછ હવે તેની ઈચ્છા પ્રમાણે પગનાં અંગુઠા પાસે હળવેથી ફરવા લાગ્યું. પછી શું? કાવ્યા કહેતી ગઈ તેમ મોરપીંછ એના પગનાં તળિયે ફરતું રહ્યું. કાવ્યાને આવી હળવી ગલીગલી બહુ ગમતી. થોડીવારમાં એને થયું બા કે ડેડી તો મને સરસ નીંદર આવી જાય એટલે મને પગનાં તળિયે હળવે હળવે ગલીગલી કરે છે પણ અત્યારેતો જાગવાનો