રેડ અમદાવાદ - 24

(17)
  • 2.8k
  • 1
  • 1.3k

૨૦૨૦, ૨૧ જાન્યુઆરી, સવારના ૧૦:૪૫ કલાકે સોનલ, મેઘાવી અને ચિરાગ સમીરાના ઘરે આવ્યા હતા. જય અને વિશાલ તો પહેલેથી જ હાજર હતા. સોનલે તે જ જગા પર સ્થાન ગ્રહણ કર્યું જ્યાં મનહર બિરાજતો હતો. તેની બરોબર સામે સમીરા બેઠેલી. મેઘાવી અને ચિરાગે પણ સ્થાન ગ્રહણ કર્યું. જય અને વિશાલ સમીરાની પાછળ ઊભેલા. રવિને સોનલની બાજુમાં બેસાડ્યો હતો. સોનલે પોલીસની ટોપી ટિપોઇ પર મૂકી, અને મલકાઇ. સમીરા સોનલના વર્તનથી અચંબિત હતી. મેઘાવી અને ચિરાગ પણ ઝરાક મલકાયા. ‘તો... સમીરાબેન... તમારા તે છુપા વ્યક્તિનો પત્તો મળી ગયો છે.’, સોનલે સમીરાની આંખોમાં