આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-35

(88)
  • 6.9k
  • 2
  • 4.2k

આઇ હેટ યુપ્રકરણ-35 નંદીનીએ વરુણનાં ડરથી અને ઘરમાં માં-પાપની યાદથી છૂટવા સુરત ટ્રાન્સફર માંગી... એના સરે કહ્યું હું સુરતનાં ઇનચાર્જ ભાટીયાને વાત કરુ છું પછી તને જણાવું છું નંદીનીએ થેક્યુ સર એમ કહીને એમની ચેમ્બરથી નીકળી એની સીટ પર આવી ગઇ. જયશ્રીએ પૂછ્યું. શું થયું ? શું કીધુ સરે ? એ ટ્રાન્સફર આપશે ? સુરતની ઓફીસમાં કામ ખૂબ છે અને સ્ટાફ ઓછો છે એ આપણને ખબરજ છે પણ અહીંની ઓફીસમાં પણ તારી પાસે અગત્યનો પોર્ટફોલીઓ છે સર તને જવા દેશે ? શું લાગે છે ? નંદીનીએ કહ્યું મે એમને મારી અંગત બધીજ ફેક્ટ કહી દીધી છે. એમણે કહ્યું ભાટીયા સાથે