એક પૂનમની રાત પ્રકરણ-25 વ્યોમા અને દેવાંશ ઘરે પહોંચી ગયાં હતાં. વિક્રમસિંહ અને સિધ્ધાર્થ પણ આવી ગયા. કાળુભા અઘોરીજી અને એમનાં શિષ્યને લઇને આવી ગયો હતો. પડછંદ અને મોટી જટા મૂછો અને આંખો વખતે અઘોરીજી જમીન પરજ પાથરેલાં આસન પર બેઠાં હતાં. અઘોરીજીએ સોફા પર બેસવા ના પાડી. વિક્રમસિહ અને સિધ્ધાર્થ પણ એમની સામેની બાજુ પર બેઠાં. વ્યોમા અને દેવાંશ તરુબહેન ઉઠ્યાં હતાં એમની બાજુમાં ઉભા રહ્યાં. દિવાનખંડમાં એકદમ શાંતિ પથરાયેલી હતી. વિક્રમસિહે અઘોરીજીને નમન કર્યા. સિધ્ધાર્થ-દેવાંશ-વ્યોમા બધાએ એમને નમસ્કાર કર્યા. પાછી શાંતિ પથરાઇ ગઇ. અઘોરીજીએ એમની મોટી આંખોથી ચારોતરફ નિરિક્ષણ કર્યુ એમનાં આંખનાં ડોળા એટલાં મોટાં હતા કે કોઇ માત્ર