ગતાંકમાં આપણે જોયું કે રૂપાલી વિકીને મળવા જાય છે. વિકી ફોનમાં વ્યસ્ત હોય છે એટલે રૂપાલી એનો ફોન લઈ લે છે. વિકી ફોન પાછો મેળવવા માટે આજીજી કરતો હોય છે ત્યારે જ સ્વીટી નામની છોકરીનો ફોન આવે છે. રૂપાલી ફોન રિસીવ કરે છે અને બધી વાત સાંભળી જાય છે, તો બીજી તરફ રૂપાલીની હાજરીમાં એના કાકા વિજયભાઈનો ફોન આવે છે કે છોકરાવાળા પક્ષની સગપણ માટે હા છે. હવે આગળ............. મને ચારેતરફથી અનેક વિચારો ઘેરી વળ્યાં. મને કંઈ સમજાતું નહોતું. હું બંને હાથ વડે માથું પકડીને બેસી ગઈ. એકતરફ સગપણ માટે બધા જ તૈયાર