"આસ્તિક" અધ્યાય-29 આસ્તિકનાં આશ્રમે પાછા આવ્યાં પછી જરાત્કારુ ભગવન સ્વયં આશ્રમે આવી ગયાં. માં જરાત્કારુને ખૂબ આનંદ થયો. બંન્ને જણાં આસ્તિકની વાતો કરી રહેલાં અને માં જરાત્કારુ સ્વામીનાં વિરહમાં કૈટલું તડપ્યા એ બધી વાતો ભગવન સાથે કરી રહેલાં. પછી માં એમનાં ચરણો દાબીને ભગવનની સેવા કરી રહયાં હતાં. આસ્તિક મિત્રોને મળીને માઁ બાબા પાસે આવ્યો એને જોઇને ભગવન જરાત્કારુ બેઠાં થયાં અને આસ્તિકને પોતાની પાસે બેસાડ્યો. એમણે આસ્તિકને પ્રેમથી કહ્યું દીકરા તેં તારું લક્ષ્ય પુરુ કર્યું એનાં માટેજ તેં જન્મ લીધેલો. તારી બધીજ સ્થિતિઓ હું જાણુ છું પણ હું તારા મુખે સાંભળવા માંગુ છું અહીં આશ્રમથી પ્રસ્થાન કરી લક્ષ્ય પુરુ કર્યા