માડે વાઘ ની ઠવું..!

(15)
  • 4.9k
  • 1.3k

માડે વાઘ ની ઠવું..! 1990 માં હું અમદાવાદ B Scપતાવીને સુરત આવ્યો હતો. જીવનની લડાઈમાં આ સાયન્સ ગ્રેજ્યુએશનની ડિગ્રીનું બુઠ્ઠું હથિયાર લઈને મારે લડવાનું હતું.શિક્ષક બનવાનું ધ્યેય હોવાથી મારે આ B Sc નામની ઠુંઠી તલવાર પર B Ed નામનું મ્યાન ચડાવવું જરૂરી હતું.પણ કર્મ સંજોગે T Y માં પરીક્ષાથી ન બીવાય એવું મોટીવાય કોઈ કરી ગયેલું.એટલે ડરતા ડરતા પરીક્ષા આપવાને બદલે બંદાએ ફરતા ફરતા પરીક્ષા આપેલી.ગુજરાત યુનિવર્સિટી બહુ કડક હતી એટલે ચોરી કરવામાં ફડક હતી.અને એમ ન હોત તો પણ હું પરીક્ષામાં ચોરી અને જીવનમાં સીનાજોરી કરવામાં પહેલેથી બહુ માનતો નથી. અને આમેય B Edમાં આગળના