મોજીસ્તાન - 28

(13)
  • 3.8k
  • 1.6k

મોજીસ્તાન 28 "સરપંચજી, આ મીઠાલાલનું કંઈક કરો..આજ જે કંઈ બયનું ઈનું કારણ ઈ મીઠીયો જ સે..બેય બાપદીકરાને ક્યાંક ફિટ કરી દ્યો ને..!" નગીનદાસે પોતાના ઘરે ચા પાણી પીવા પધારેલા હુકમચંદને કહ્યું. તભાભાભા અને હુકમચંદ નગીનદાસની ઓસરીમાં ઢાળેલી ખુરશીમાં બેઠાં બેઠાં આજ બનેલી ઘટનામાં નગીનદાસનો કંઈ વાંક હતો જ નહીં એમ વાતો કરી રહ્યા હતા. મીઠાલાલની દુકાનેથી ઝઘડો કરીને આવેલો નગીનદાસ ગુસ્સામાં હતો.હુકમચંદે રસોડામાં ચા બનાવતી નયના સામે જોઈને સ્મિત વેર્યું. એ સ્મિત ઝીલીને નયના આડું જોઈને હસી રહી હતી. હુકમચંદ સમજી ગયો હતો કે નયનાને હવે હાથવગી કરતા વાર લાગવાની નથી. કામુક માણસ પરસ્પરની નજરોને ઓળખી લેતા હોય છે..!નયનાને નીરખી રહેલા